- ભારતની અગ્રણી ટેલિકોમ પ્રદાતા રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે 'JioSpaceFiber' સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવામાં આવી જેનું સત્તાવાર રીતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં અનાવરણ કરવામાં આવ્યું હતું અને તે દેશની પ્રથમ ઉપગ્રહ સંચાલિત ગીગાફાઈબર સેવા છે.
- આ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાનો પ્રાથમિક ધ્યેય ભારતમાં પહેલાથી ઓછા અને દૂરના વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ એક્સેસનો વિસ્તાર કરવાનો છે.
- "JioSpaceFiber" દ્વારા સફળતાપૂર્વક ચાર દૂરસ્થ અને વૈવિધ્યસભર સ્થળોને જોડ્યા છે જેમાં ગુજરાતમાં ગીર, છત્તીસગઢમાં કોરબા, ઓડિશામાં નબરંગપુર અને આસામમાં જોરહાટમાં ONGCનો સમાવેશ થાય છે.
- Jio દ્વારા નવીનતમ મીડિયમ અર્થ ઓર્બિટ (MEO) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા વૈશ્વિક સેટેલાઇટ ઓપરેટર SES સાથે સહયોગ કરવામાં આવ્યો. આ ભાગીદારી જિયોને SES ના O3b અને O3b mPOWER ઉપગ્રહો સુધી પહોંચની ક્ષમતા આપે છે.
- આ મહત્વાકાંક્ષી પ્રયાસનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વની બ્રોડબેન્ડ રાજધાની તરીકે સ્થાપિત કરવાનો છે.
- ઉલ્લેખનીય છે અને ભારત પહેલેથી જ 125 મિલિયન 5G વપરાશકર્તાઓ સાથે ટોચના ત્રણ 5G- સક્ષમ દેશોમાં સામેલ છે.