દેશભરમાં ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે.

  • આ ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ જૈવવૈવિધ્યતાની જાળવણી અને સંરક્ષણમાટે યોગ્ય શિક્ષણ અને જાગૃતિ કેળવવાનો છે.
  • ગુજરાત રાજયમાં પણ આ અંતર્ગત 2જી થી 8મી ઓકટોબર દરમિયાન તમામ 33 જિલ્લા અને 250 તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું.
  • જેમાં સ્થાનિક મહાનુભાવોની હાજરીમાં ચિત્ર સ્પર્ધા, શહેરોની મોટી દિવાલો પર પેઇન્ટિંગ અને રેલીઓ યોજવામાં આવશે અને ઉપરાંત જિલ્લાવાર નેચર એજ્યુકેશન શિબિરનું અને જંગલ વિસ્તારમાં ટ્રેકિંગનું આયોજન કરાશે. 
  • આ શિબિરમાં રાત્રિ રોકાણની વિશેષ વ્યવસ્થા કરીને બાળકોને અને શિબિરમાં જોડાનારને વન્યજીવન-વન્યપ્રાણીઓ અંગેની માહિતી આપવામાં આવશે.
  • ઉપરાંત ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને 100% પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરાશે.
wild animal week 2023

Post a Comment

Previous Post Next Post