- આ પ્રોજેક્ટમાં ભારત અને બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટ અને સુપર થર્મલ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
- ભારત અને બાંગ્લાદેશને જોડતા બે રેલ પ્રોજેક્ટમાં અખૌરા અગરતલા રેલ ક્રોસ બોર્ડર લિંક, જે બાંગ્લાદેશમાં ગંગાસાગર (અખૌરા) અને ત્રિપુરાના નિશ્ચિંતપુર વચ્ચે 15 કિમી લાંબી રેલ લાઇન છે અને બીજો– 65 કિમી લાંબી ખુલના મોંગલા પોર્ટ રેલ્વે લાઈન અને ત્રીજા પ્રોજેક્ટ તરીકે બાંગ્લાદેશના રામપાલમાં 'મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ'ના બીજા યુનિટનો સમાવેશ થાય છે.
- અખૌરા-અગરતલા રેલ લિંકએ ભારત અને બાંગ્લાદેશના ઉત્તર-પૂર્વીય રાજ્યો વચ્ચેની પ્રથમ રેલ લિંક છે જેનાથી સરહદ પારના વેપારને પ્રોત્સાહન મળશે તેમજ કોલકાતાથી ત્રિપુરાની રાજધાની અગરતલા સુધી ટ્રેન દ્વારા મુસાફરીના સમયમાં 20 કલાકનો ઘટાડો કરશે.
- ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સૌથી મોટી ક્રુઝ સેવા 'ગંગા વિલાસ' શરૂ થવાથી પ્રવાસન પણ વધ્યું છે.