Irish લેખક Paul Lynch એ 2023નું બુકર પ્રાઇઝ જીત્યું.

  • તેઓએ લંડન સ્થિત ભારતીય મૂળની લેખિકા ચેતના મારૂની પ્રથમ નવલકથા 'Western Lane' ને હરાવીને તેમની પાંચમી નવલકથા ‘Prophet Song’ માટે વર્ષ 2023નું બુકર પ્રાઇઝ જીત્યું.
  • તેઓની પાંચમી નવલકથા પશ્ચિમી લોકશાહીઓમાં અશાંતિ અને સીરિયાના વિસ્ફોટ જેવી આપત્તિઓ પ્રત્યેની તેમની ઉદાસીનતા બતાવવાનો પ્રયાસ કરે છે. 
  • આ એવોર્ડમાં લેખકને £50,000 અને ટ્રોફી આપવામાં આવે છે. 
  • ગયા વર્ષે Shehan Karunatilaka એ ‘The Seven Moons of Maali Almeida’ માટે બુકર પુરસ્કાર જીત્યો હતો, જેની વાર્તા શ્રીલંકાના ગૃહ યુદ્ધ પર કેન્દ્રિત છે.
  • આ સાથે રાજકીય સંઘર્ષ વિશેની નવલકથાએ સતત બીજા વર્ષે પુરસ્કાર જીત્યો.
  • Paul Lynch ઇનામ જીતનાર પાંચમા આઇરિશ લેખક છે જ્યારે છેલ્લી આઇરિશ લેખિકા Anna Burns એ વર્ષ 2018માં આ પુરસ્કાર જીત્યો હતો.
  • બુકર પ્રાઇઝ અંગ્રેજીમાં લખાયેલી અને યુકે અને આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથાને આપવામાં આવે છે.
Irish author Paul Lynch wins the 2023 Booker Prize.

Post a Comment

Previous Post Next Post