- આ નિર્ણયનો ઉદ્દેશ્ય યુવા ભારતીયોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો, ચૂંટણીલક્ષી માહિતી પૂરી પાડવાનો, ચૂંટણી પ્રક્રિયા વિશે જવાબદારીની ભાવના અને જાગૃતિ કેળવવાનો છે.
- આ પહેલ માટે ભારતના ચૂંટણી પંચ (ECI) અને શિક્ષણ મંત્રાલય દ્વારા એક MOU પર કરવામાં આવ્યો છે જેનો હેતુ શાળાઓ અને કોલેજોમાં સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) કાર્યક્રમને વિસ્તારિત કરવાનો છે.
- આ પહેલ હેઠળ પાઠયપુસ્તકોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા સામગ્રીનું એકીકરણ તમામ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધી શરૂ કરવામાં આવશે.
- આ અભ્યાસક્રમનો કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ વિસ્તાર કરવામાં આવશે.
- આ MOU હેઠળ ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર સક્રિય ભાગીદારી અને ચર્ચાઓને પ્રોત્સાહિત કરવા, શાળાઓ અને કોલેજોમાં ચૂંટણી સાક્ષરતા ક્લબ (ELCs) ની સ્થાપના પણ કરવામાં આવશે.
- આ ક્લબો વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી વિષયો સાથે જોડાવા, તેમના પરિપ્રેક્ષ્ય શેર કરવા અને ચૂંટણીલક્ષી જાગૃતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.
- આ પહેલ હેઠળ શાળાઓ અને કોલેજોમાં એક રૂમને 'લોકશાહી ખંડ' તરીકે નિયુક્ત કરવામાં આવશે.
- આ રૂમ મતદાર શિક્ષણ સામગ્રીના નિયમિત પ્રદર્શન અને સમગ્ર વર્ષ દરમિયાન સતત ચૂંટણી અને લોકશાહી શિક્ષણ (CEDE) પ્રવૃત્તિઓના આચરણ માટે હબ તરીકે સેવા આપશે.