- છેલ્લા 22 દિવસથી ચાલી રહેલ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસ યુદ્ધને સમાપ્ત કરવા માટે જોર્ડન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં આ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.
- આ મતદાનમાં બાંગ્લાદેશ, માલદીવ, પાકિસ્તાન, રશિયા, દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના 120 દેશોએ સમર્થન આપ્યું હતું.
- જોર્ડનની આ દરખાસ્તમાં આતંકવાદી સંગઠન હમાસનો ઉલ્લેખ ન હોવાથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, બ્રિટન અને ભારત સહિત કુલ 45 દેશોએ પોતાની હાજરી નોંધાવી ન હતી.
- આ મતદાનમાં 14 દેશોએ દરખાસ્તની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
- ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયલ પર 5000થી વધુ રોકેટ છોડીને હુમલો કર્યો હતો જેના બાદ ઇઝરાયલે આકરી જવાબી કાર્યવાહી શરુ કરી યુદ્ધ છેડ્યુ હતું.
- આ હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાને હમાસ વિરુદ્ધ યુદ્ધની તેમજ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે અને હમાસ વિરુદ્ધ Operation Al-Aqsa Storm શરુ કર્યું હતું.
- આ યુદ્ધમાં ઑક્ટોબર, 2023ની સ્થિતિએ આ યુદ્ધમાં ઇઝરાયલના 1400થી વધુ લોકોના તેમજ ગાઝા પટ્ટીના 7000થી વધુ લોકોના મૃત્યું થયા છે!
- આ યુદ્ધમાં ગાઝા પટ્ટીના લગભગ 19,000 તેમજ ઇઝરાયલના 5000થી વધુ લોકો ઘાયલ થયા છે અને બન્ને દેશોના કુલ 2000થી વધુ લોકો લાપતા છે!
- આ યુદ્ધમાં ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનના હમાસ, Palestinian Islamic Jihad (PIJ), Popular Front for the Liberation of Palestine (PFLP), Democratic Front for the Liberation of Palestine (DFLP) સામેલ છે.