- સંસદમાં એક જ દિવસમાં લોકસભા અને રાજ્યસભા મળીને કુલ 78 સાંસદોને સસપેન્ડ કરવામાં આવ્યા છે!
- અગાઉ 14 સાંસદોને પણ જો આ સંખ્યામાં જોડીએ તો કુલ 92 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાયા છે.
- તાજેતરમાં જ સંસદની સલામતીની ચૂકની ઘટનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અને રાજીનામાની માંગ સાથે વિપક્ષોએ હોબાળો મચાવતા લોકસભા અધ્યક્ષે આ તમામ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે!
- ભારતની સંસદમાં એક સાથે આટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા હોય તેવું પ્રથમવાર બન્યું છે.
- અગાઉ વર્ષ 1989માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યામાં તપાસ કરનાર જસ્ટિસ ઠક્કર કમિટિના રિપોર્ટ મુકવા બાબતે લોકસભાના 63 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા તેમજ વર્ષ 2015માં તત્કાલીન સ્પીકર સુમિત્રા મહાજને કોંગ્રેસના 25 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.