BCCI દ્વારા મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આ અગાઉ 2017માં પણ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની સિગ્નેચર 10 નંબર જર્સી પણ કાયમ માટે નિવૃત્ત કરવામાં આવી હતી.
  • આ નિર્ણય બાદ એમએસ ધોનીની આઈકોનિક નંબર 7 ની જર્સી હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી માટે ઉપલબ્ધ રહેશે નહીં.  
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ પછી, રમતમાં તેના યોગદાનને શ્રદ્ધાંજલિ તરીકે ધોની દ્વારા પહેરવામાં આવતા નંબરને 'નિવૃત્ત' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
  • મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.  
  • તેણે 2014માં જ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
  • ICCના નિયમ પ્રમાણે, ICC ખેલાડીઓને 1 થી 100 વચ્ચેનો કોઈપણ નંબર પસંદ કરવાની મંજૂરી આપે છે  પરંતુ ભારતમાં વિકલ્પો મર્યાદિત છે.  હાલમાં, ટીમ ઈન્ડિયાના નિયમિત ખેલાડીઓ અને દાવેદારો માટે લગભગ 60 નંબરો રોકાયેલ છે.
MS Dhoni's iconic No. 7 jersey retired by BCCI

Post a Comment

Previous Post Next Post