- તેઓ નાની ઉંમરમાં ઓલ ઈન્ડિયા રેડિયોના 'શિશુ મહેલ' શો સાથે જોડાયેલા હતા.
- 19 વર્ષની ઉંમરે તેણે પહેલીવાર પ્લેબેક સિંગર તરીકે ગીત ગાયું હતું.
- સત્યજિત રે દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ગુપી જીને બાઘા બાયને'ના એક ગીતમાં તેણે પોતાનો અવાજ આપ્યો હતો.
- તેઓએ 'તુઝસે નરાઝ નહીં જિંદગી', 'હુસ્ન ભી આપ હૈ, ઇશ્ક ભી આપ હૈ' અને 'તુમ સાથ હો જિંદગી ભર લિયે' જેવા હિટ ગીતો ગાયા હતા.
- તેઓએ હિન્દી અને બંગાળી ઉપરાંત ભોજપુરી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો.
- તેમણે ભારતીય સંગીત પર એક પુસ્તક 'ગાનેર ભુવન' પણ લખ્યું હતું.
- વર્ષ 2011માં, તેમણે તૃણમૂલ કોંગ્રેસ તરફથી પશ્ચિમ બંગાળની ઉત્તરપારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.