સરકાર દ્વારા વિકસિત 'Bhashini' થી વડાપ્રધાન મોદીના ભાષણનો ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો.

  • વડાપ્રધાનના ઉત્તર પ્રદેશમાં આપેલ ભાષણનો વાસ્તવિક સમયના અનુવાદ માટે 'Bhashini AI' નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • આ ટૂલનો ઉદ્દેશ્ય દેશની અંદર વિવિધ ભાષાકીય સમુદાયો વચ્ચે સંચારને પ્રોત્સાહન આપવા માટે, વાસ્તવિક સમયના અનુવાદની સુવિધા આપવાનો છે.
  • 'Bhashini AI' નો 'Bhasha Daan' દ્વારા બહુવિધ ભારતીય ભાષાઓમાં ભાષાના ઇનપુટ્સ એકત્રિત કરવામાં આવે છે જેનો પ્રાથમિક ધ્યેય આ ભાષાઓ માટે વ્યાપક ડેટાસેટ્સ બનાવવાનું છે.
  • ભાષા દાન વ્યક્તિઓને વિવિધ ક્રાઉડસોર્સિંગ પહેલમાં અજ્ઞાત રૂપે યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. 
  • ભાષા દાનમાં 'Suno India' જેમાં ઑડિયો કન્ટેન્ટ ટાઈપ કરીને અથવા અન્ય લોકો દ્વારા બનાવેલા ટ્રાંસ્ક્રિપ્શનને માન્ય કરીને યોગદાન આપવામાં આવે છે. 'Bolo India' જેમાં વાક્ય રેકોર્ડિંગ દ્વારા તમારો અવાજ દાન કરીને તમારી ભાષાને સમૃદ્ધ બનાવો,  'Likho India' માં આપેલ ટેક્સ્ટનો અનુવાદ કરીને યોગદાન અને 'Dekho India' તમે જુઓ છો તે ટેક્સ્ટ ટાઇપ કરીને અથવા છબીઓને લેબલ કરીને તમારી ભાષાને સમૃદ્ધ બનાવો શ્રેણીઓ બનાવવામાં આવી છે જેના દ્વારા લોકો ભાષાને સમૃદ્ધ બનાવી શકે. 
  • આ સામૂહિક પ્રયાસનો હેતુ ભારતીય ભાષાઓને સમૃદ્ધ અને વિકાસ કરવાનો છે.
Bhashini AI

Post a Comment

Previous Post Next Post