વડાપ્રધાન દ્વારા ગુજરાતના સુરતમાં વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ સંકુલ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે જે 'Surat Diamond Bourse' તરીકે ઓળખાશે.
  • આ સંકુલ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે.
  • સુરત ડાયમંડ બોર્સ એ વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે, જેમાં 4,500 થી વધુ ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો છે. 
  • આ સંકુલમાં કાચા હીરાના વેપાર અને પોલિશ્ડ હીરાના વેચાણનો વ્યવસાય કરતી ઘણી કંપનીઓની અહીં ઓફિસો હશે.
  • આ બિલ્ડિંગમાં કનેક્ટિવિટી માટે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે તેમજ સુરક્ષાના કારણોસર અહીં 4000 થી વધુ કેમેરા અને અત્યાધુનિક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે.
  • સુરત ડાયમંડ બોર્સ બિલ્ડીંગ એ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. 
  • આ ઓફિસ સંકુલ પહેલા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના હેડક્વાર્ટર બિલ્ડિંગ વિશ્વનું સૌથી મોટું સંકુલ હતું.
  • સુરત ડાયમંડ બોર્સ બિલ્ડિંગની કિંમત આશરે રૂ. 3000 કરોડ છે, જેમાં 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો છે.
  • આ વર્ષે ઓગસ્ટમાં, સુરત ડાયમંડ બોર્સ બિલ્ડિંગને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.
PM Modi inaugurates Surat Diamond Bourse, world's largest office building

Post a Comment

Previous Post Next Post