ભારતના નવા સંસદ ભવન ખાતે ઓડિયન્સ ગેલેરીમાંથી સ્મોક કેન સાથે બે લોકો નીચે કૂદ્યા!

  • આ ઘટના લોકસભાની કાર્યવાહી દરમિયાન 13 ડિસેમ્બરના રોજ બની છે.
  • ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર, 2001ના રોજ ભારતની સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો અને તે જ તારીખે આ પ્રકારનો હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
  • દિલ્હી પોલીસ દ્વારા આ ઘટનાના આરોપીઓ પર UNLAWFUL ACTIVITIES (PREVENTION) ACT (UAPA) કાયદા હેઠળ 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન ચાલુ વર્ષમાં જ કરાયું હતું જેને લગભગ 970 કરોડ રુપિયાના ખર્ચે બનાવાયું છે.
  • ત્રિકોણ આકારનું આ નવું ભવન ચાર માળમાં 1,224 લોકોના બેસવાની વ્યવસ્થા ધરાવે છે.
  • આ ભવનના ઉદ્‌ઘાટન દરમિયાન સર્વધર્મ સભામાં હિન્દુ, મુસ્લિમ, શિખ, ઇસાઇ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મના ધર્મગુરુઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.
  • નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન રાષ્ટ્રપતિને બદલે વડાપ્રધાને કર્યું હોવાથી દેશના 20 રાજકીય પક્ષો દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરાયો હતો.
Security breach in Parliament as two persons jump into Lok Sabha from public gallery

Post a Comment

Previous Post Next Post