ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ભારતીય કુસ્તી સંઘને રદ કરવામાં આવ્યું.

  • આ પગલાં હેઠળ રમતગમત મંત્રાલય દ્વારા નવનિયુક્ત રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સંજય સિંહ સહિત સમગ્ર નવી ચૂંટાયેલી ટીમને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવી.
  • આ ઉપરાંત સંજય સિંહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયોની સાથે આગામી આદેશ સુધી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાયેલ જેમાં સંજય સિંહે જીત મેળવી હતી.
  • ત્યારબાદ ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક સહિત ઘણા ખેલાડીઓએ આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
  • પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ તરત જ તેમણે નેશનલ નંદિની નગર ગોંડા ખાતે અંડર-15 અને અંડર-20 કેટેગરીની રાષ્ટ્રીય સ્પર્ધાઓની જાહેરાત કરી હતી. 
  • આ જાહેરાત બાબતે સ્પર્ધામાં ભાગ લેનારા કુસ્તીબાજોને પૂરતી માહિતી આપવામાં આવેલ ન  હતી અને WFIના બંધારણની જોગવાઈઓ અનુસરવામાં આવેલ ન હતી. કારણ કે આવા નિર્ણયો કારોબારી સમિતિ દ્વારા લેવામાં આવે છે. જેના માટે મિટિંગ યોજવી પડે છે, નોટિસ આપવી પડે છે, કોરમ પૂરો કરવો પડે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે 15 દિવસના સમયની જોગવાઈ છે પરંતુ WFPIના નિર્ણયમાં આ નિયમોને ધ્યાનમાં લેવામાં આવ્યા નહોતા. 
  • આ ઘટનાઓને જોઇને ખેલ મંત્રાલય દ્વારા સંઘ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
Govt suspends newly formed Wrestling Federation of India

Post a Comment

Previous Post Next Post