- જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા આનંદ મેરેજ એક્ટ હેઠળ શીખ લગ્નની નોંધણી માટે વિગતવાર નિયમો રજૂ કરવામાં આવ્યા.
- આ અધિનિયમ શીખ લગ્નની વિધિઓને વૈધાનિક માન્યતા પ્રદાન કરે છે, જે શીખ યુગલોને હિંદુ મેરેજ એક્ટને બદલે ચોક્કસ નિયમો હેઠળ તેમના લગ્નની નોંધણી કરવાની મંજૂરી આપે છે.
- આ એક્ટ મુજબ શીખ યુગલોને તેમના લગ્ન પછી ત્રણ મહિનાની અંદર નોંધણી માટે અરજી કરવાની રહેશે તેમાં સમયમર્યાદાની સમાપ્તિ પછી તેઓએ લેટ ફી ભરવાની રહેશે.
- વર્ષ 1909માં બ્રિટિશ ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા શીખ લગ્ન સમારોહ, આનંદ કારજને માન્યતા આપતો કાયદો ઘડવામાં આવ્યો ત્યારથી આનંદ મેરેજ એક્ટની શરૂઆત થઈ હતી.
- આ અધિનિયમનો પ્રાથમિક ઉદ્દેશ્ય શીખ સમુદાયના રિવાજો અને પ્રથાઓને સ્વીકારવા અને તેનો આદર કરવાનો હતો.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 માં સંસદે આનંદ વિવાહ (સુધારા) બિલ પસાર કર્યું હતું, જે શીખ પરંપરાગત લગ્નોને કાનૂની માન્યતા આપતું હતું.