- ફિનલેન્ડ દ્વારા 'Afghan Women Skills Development Center' ને અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટેના તેમના અડગ સમર્પણને માટે વર્ષ 2023નો 'International Gender Equality Honor' એનાયત કરવામાં આવ્યો.
- 'International Gender Equality એવોર્ડ્સ વિશ્વભરમાં લિંગ સમાનતાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવે છે.
- વર્ષ 2021માં તુર્કીમાં ‘We Will Stop Femicide Platform' ને મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા માટેના તેના ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય માટે એવોર્ડ મળ્યો હતો, વર્ષ 2019માં Equality Now અને વર્ષ 2017માં German Chancellor Angela Merkel ને આપવામાં આવ્યો હતો.
- અફઘાન મહિલા કૌશલ્ય વિકાસ કેન્દ્ર મહિલાઓને તાલીમ પ્રદાન કરવામાં, કૌશલ્ય વિકાસમાં મદદ કરવા અને સશક્તિકરણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
- અફઘાનિસ્તાનના આઠ પ્રાંતોમાં કાર્યરત સંસ્થા UN Refugee Agency (UNHCR) ના સહયોગથી આ કાર્ય કરે છે.
- આ ભાગીદારી દ્વારા બાળકો માટે તબીબી તપાસ અને માનવતાવાદી સહાય વિતરણ સહિત આવશ્યક સેવાઓની સુવિધા આપવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ વર્ષ 1906માં તમામ પુરુષો અને સ્ત્રીઓને મત આપવા અને ચૂંટવાનો અધિકાર આપનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હતો.
- વધુમાં વર્ષ 1907માં ફિનલેન્ડે તેની 200 બેઠકોની સંસદમાં 19 મહિલાઓને ચૂંટીને ઈતિહાસ રચ્યો હતો.
