ભારતીય રેસલર પૂજા ધંડાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી.

  • તેણીને National Anti-Doping Agency (NADA) દ્વારા ત્રણ ટ્રેસ-ઠેકાણાં નિષ્ફળતાઓ (Three Whereabouts Failures) બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. 
  • NADA એ વર્ષ 2005માં સ્થપાયેલ ભારતની કેન્દ્રીય ડોપિંગ વિરોધી એજન્સી છે જે પારદર્શક સ્પર્ધા અને World Anti-Doping Agency (WADA) ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા એથ્લેટ્સનું પરીક્ષણ કરવા માટે જવાબદાર છે.
  •  Registered Testing Pool (RTP) માં સમાવિષ્ટ પૂજા જેવા એથ્લેટ્સે વર્ષ દરમિયાન સંભવિત પરીક્ષણ માટે 60 મિનિટની વિન્ડો પ્રદાન કરવી આવશ્યક છે. આ જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળતા એ તેઓની નિયમિતતાની નિષ્ફળતા છે, 12 મહિનાની અંદર આવી ત્રણ નિષ્ફળતાઓ માટે સસ્પેન્શનની સજા કરવામાં આવે છે.
  • અગાઉ NADA દ્વારા વર્ષ 2022માં પૂજા સામે બે વાર આવી નિષ્ફળતા નોંધવામાં આવી છે તેણી ડિસેમ્બર 2022માં રાષ્ટ્રીય કુસ્તી ચેમ્પિયનશિપની મુસાફરી દરમિયાન એક ટેસ્ટ ચૂકી ગઈ હતી.
  • આથી NADA ની એન્ટિ-ડોપિંગ શિસ્ત પેનલ દ્વારા પૂજા પર ત્રણ નિષ્ફળતાઓના કારણે 5 ડિસેમ્બર, 2023ના રોજ એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેની શરૂઆત 15 જૂન, 2023ના રોજથી ગણવામાં આવશે. તેણી 14 જૂન, 2024 સુધી વિવિધ ટુર્નામેન્ટ અને તાલીમ શિબિરોમાં ભાગ લેવા માટે અયોગ્ય રહેશે.
  • ઉલ્લેખનીય છે કે તેણીએ વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા (2018), કોમનવેલ્થ ગેમ્સ સિલ્વર મેડલ વિજેતા (2018) અને યુથ ઓલિમ્પિક ગેમ્સ સિલ્વર મેડલ વિજેતા (2010) તરીકે પ્રભાવશાળી સિદ્ધિઓ મેળવેલ છે.
Indian Wrestler Pooja Dhanda Suspended for One Year Due to Whereabouts Failures

Post a Comment

Previous Post Next Post