- રમતગમત મંત્રાલય દ્વારા Wrestling Federation of India (WFI) ના સસ્પેન્શનના જવાબમાં Indian Olympic Association (IOA) દ્વારા WFI ની રોજિંદી કામગીરીની દેખરેખ રાખવા માટે ત્રણ સભ્યોની એડહોક સમિતિની સ્થાપના કરવામાં આવી છે.
- આ સમિતિના અધ્યક્ષ ભૂપિન્દર સિંહ બાજવા (Wushu Association of India President) તથા સભ્યમાં એમ એમ સોમાયા (Hockey Olympian) અને મંજુષા કંવર (Former International Shuttler) નો સમાવેશ થાય છે.
- WFI પર તેના પોતાના બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવી સમિતિને રદ કરવામા આવી હતી અને IOAને એડ-હોક પેનલ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
- આ સમિતિને WFI ની કામગીરીના વિવિધ પાસાઓ પર દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેમાં રમતવીરની પસંદગી, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવો, રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવું, નાણાંનું સંચાલન કરવું, વેબસાઇટનું સંચાલન કરવું અને અન્ય સંબંધિત જવાબદારીઓ સામેલ છે.