- આ અભિયાનનો હેતુ નોર્વેના સ્વાલબાર્ડમાં સ્થિત ભારતીય સંશોધન સ્ટેશન હિમાદ્રીને સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રાખવાનો છે.
- આ અભિયાન હેઠળ ભારતીય વૈજ્ઞાનિકોની એક ટીમ 30-45 દિવસ સુધી ની-ઓલસેન્ડ રિસર્ચ સ્ટેશન પર રોકાશે અને સંશોધન કરશે ત્યારબાદ બીજી ટીમ તેનું સ્થાન લેશે.
- ભારતનું રિસર્ચ સ્ટેશન Ny-Ålesund માં આવેલું છે, જે વિશ્વની સૌથી ઉત્તરીય છેડે આવેલી વસાહત છે જ્યાં ભારત સહિત વિશ્વના 10 દેશોના રિસર્ચ સ્ટેશનો અહીં હાજર છે.
- શિયાળાની ઋતુમાં અહીં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને તાપમાન -15 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે છે.