મધ્યપ્રદેશમાં 'જલ મહોત્સવ' ની ઉજવણીની શરૂઆત થઈ.

  • આ મહોત્સવ મધ્યપ્રદેશના ખંડવામાં ઈન્દિરા સાગર બેકવોટર સ્થિત હનુવંતિયા ખાતે 20મી ડિસેમ્બરથી 20 ફેબ્રુઆરી 2024 સુધી 2 મહિના ચાલશે જે 'જલ મહોત્સવ'ની 8મી આવૃત્તિ છે.
  • આ જલ મહોત્સવ 2023માં ત્રણ કેટેગરીમાં 100 કોટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 12 રોયલ, 50 લક્ઝરી અને 38 ડીલક્સ કોટેજનો સમાવેશ થાય છે, જેના ભાડા પણ અલગ-અલગ હોય છે.
  • પ્રવાસન નિગમ દ્વારા અહીં જળ, જમીન અને હવામાં સાહસિક રમતોનું આયોજન કરવામાં આવે છે.
  • પ્રથમ વખત ટેન્ટ સિટીની અંદર જ એક માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં ખાણીપીણીની દુકાનો ઉપરાંત હસ્તકલાની વસ્તુઓ પણ ઉપલબ્ધ થશે.
  • મહોત્સવમાં લોકગીતો પર આધારિત સંગીત સંધ્યા અને રાત્રે લોકનૃત્યો પર આધારિત ગણગૌર નૃત્ય રજૂ થશે.
Jal Mohotsav celebration started in Madhya Pradesh.

Post a Comment

Previous Post Next Post