- આ નિર્ણય Wrestling Federation of India (WFI) દ્વારા સંજય સિંહને તેના પ્રમુખ તરીકે ચૂંટયા બાદ લેવામાં આવ્યો.
- સાક્ષી મલિકે વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
- તેણીએ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ મેડલ (Gold, Sliver, Bronze) અને એશિયન ચેમ્પિયનશિપમાં 4 મેડલ (ત્રણ બ્રોન્ઝ અને એક સિલ્વર) જીત્યા છે.
- WFIના નવા પ્રમુખ સંજય સિંહ 47 મતોથી જીત્યા.
- તેઓએ ચૂંટણીમાં કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજ હરિયાણાની અનિતા શિયોરાનને હાર આપી.
- રાજીનામું આપવાનું કારણ સંજય સિંહ WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના છે.
- તેઓ બ્રિજ ભૂષણ સિંહની આગેવાની હેઠળની WFIની અગાઉની સંસ્થામાં સંયુક્ત સચિવ હતા.
- ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કેટલીક મહિલા રેસલર્સે તત્કાલિન WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
- આ વિવાદ પછી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ WFI ને વિખેરી નાખ્યું હતું અને એડ-હોક સમિતિની રચના કરી અને તેને WFI ના નવા હોદ્દેદારો માટે ચૂંટણી યોજવાની જવાબદારી સોંપી.