લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ ત્રણેય નવા ક્રિમિનલ રિફોર્મ બિલ પસાર થયા.

  • આ ત્રણ બિલમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અને ભારતીય સાક્ષ્ય બિલનો સમાવેશ થાય છે. 
  • આ બિલમાં જે મુખ્ય ફેરફારો છે તેમાં - IPC કલમ 124A હેઠળ રાજદ્રોહનો ગુનો બનતો હતો જેને બદલે BNS (Bharatiya Nyay Sanhita) હેઠળ દેશદ્રોહનો ગુનો બનશે જેના અંતર્ગત કોઇપણ વ્યક્તિ દેશ વિરુદ્ધ બોલી નહી શકે તેમજ તેને નુકસાન નહી પહોંચાડી શકે. 
  • આ માટે BNSમાં કલમ 150 અંતર્ગત જોગવાઇ કરવામાં આવેલ છે. 
  • આ પ્રકારના ગુના માટે સાત વર્ષથી લઇ આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઇ છે. 
  • સાથોસાથ આ કલમ મુજબ કોઇ વ્યક્તિ વિશેષની ટીકા કરવા બદલ કોઇએ જેલમાં નહી જવુ પડે. 
  • BNSની કલમ 69 મુજબ લગ્નના નામે થતી છેતરપિંડીથી સુરક્ષા મળશે. 
  • આ કલમ મુજબ કોઇ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરશે અથવા લગ્નની લાલચ આપશે તેવા લોકોને 10 વર્ષ સુધીની જેલ તેમજ આર્થિક દંડ કરવામાં આવશે. 
  • BNSની કલમ 63 અને 64 હેઠળ કોઇ સગીર પર બળાત્કારના કિસ્સામાં દોષિત ઠર્યાથી ઓછામાં ઓછા 10 વર્ષ જેલની સજા તેમજ આર્થિક દંડ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઇ છે. 
  • BNS હેઠળ બળાત્કારના કિસ્સામાં મૃત્યુંદંડ સુધીની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે. 
  • હાલનો IPC કાયદો દુષ્કર્મના કિસ્સામાં માત્ર મહિલાઓને જ લાગૂ થતો હતો જેને BNS હેઠળ જેન્ડર ન્યુટ્રાલિટી મુજબ આ કાયદો મહિલા અને પુરુષ બન્નેને લાગૂ પડશે એટલે કે આ કલમ હેઠળ મહિલાઓ પર પણ કેસ દાખલ કરી શકાશે. 
  • આ સિવાય પણ નવા બિલમાં મોબ લિંચિંગ, ભાગેડુ સામે કોર્ટમાં ટ્રાયલ કરવાની જોગવાઇ, સંગઠિત ગુનાને પરિભાષિત કરવાની વ્યવસ્થા, આતંકવાદ સામે કાર્યવાહીની વ્યવસ્થા, સરકારી કાર્યવાહીમાં અવરોધ અથવા આત્મહત્યાના પ્રયાસ જેવા ગુનાઓની જોગવાઇ સહિતની વ્યવસ્થાઓ સામેલ છે. 
  • અન્ય જોગવાઇઓમાં અપ્રાકૃતિક યૌન અપરાધ, ખોટા સમાચાર ફેલાવવા બાબત, દયા અરજી, આરોપપત્ર દાખલ કરવાની સમયમર્યાદા, કોર્ટમાં સુનવણી માટે સમયમર્યાદા, સાક્ષીઓની સુરક્ષા, મહિલાઓ માટે ઇ-એફઆરઆઇ, ફોરેન્સિક તપાસ, પોલીસ કસ્ટડીની સમય મર્યાદા સહિતની જોગવાઇઓ નવા બિલમાં કરવામાં આવી છે. 
Parliament passes 3 criminal law reform bills

Post a Comment

Previous Post Next Post