ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહને ભૂતાનના 'National Order of Merit Gold Medal' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘ નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી, ભૂતાનમાં પરિવર્તનકારી આરોગ્યસંભાળ નેતૃત્વને સમર્થન આપવા માટે WHO પ્રાદેશિક નિયામક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • આ એવોર્ડ 17 ડિસેમ્બર, 2023 ના રોજ થિમ્પુ, ભૂતાનમાં 116મા રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન ભૂતાનના  Druk Gyalpo (Dragon King) Jigme Khesar Namgyel Wangchuck દ્વારા ભૂતાનમાં જાહેર આરોગ્ય સેવાઓમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનની નોંધ લેવા બદલ આપવામાં આવ્યો.
  • ભૂતાનમાં જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવામાં તેમના પ્રયાસોમાં વર્ષ 2017માં ઓરી અને વર્ષ 2023માં રૂબેલાને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે આ સાથે ભૂતાન ઓરી અને રૂબેલાને નાબૂદ કરનાર દેશોમાંનો એક બન્યો.
  • વર્ષ 2014 માં ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે WHO દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિયામક તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અને પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો ત્યારબાદ વર્ષ 2019માં અન્ય 5 વર્ષની મુદત માટે આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.
  • King Jigme Khesar Namgyel Wangchuck દ્વારા વર્ષ 2008માં સ્થપાયેલ National Order of Merit (NOM), ભુતાન માટે વિશિષ્ટ અને ગુણવત્તાયુક્ત સેવાઓ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ છે.
  • આ પુરસ્કાર ત્રણ વર્ગોમાં આપવામાં આવે છે:  પ્રથમ વર્ગ (Gold), દ્વિતીય વર્ગ (Silver) અને ત્રીજો વર્ગ (Bronze) જેમાંથી ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘને NOM ગોલ્ડ મેડલનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Poonam Khetrapal Singh Honored with Bhutan’s National Order of Merit

Post a Comment

Previous Post Next Post