- ભારતમાં વિદ્યુત ઉદ્યોગમાં અગ્રણી કંપની Crompton Greaves Consumer Electricals Ltd. (CGCEL)ને તેના ઊર્જા-કાર્યક્ષમ સ્ટોરેજ વોટર હીટર માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી National Energy Conservation Award 2023 આપવામાં આવ્યો.
- આ એવોર્ડ સૌથી વધુ ઉર્જા સંરક્ષણ કાર્યક્ષમ ઉપકરણ કેટેગરીમાં આપવામાં આવ્યો.
- Crompton BEE 5 સ્ટાર રેટેડ Arno Neo 3015 મોડલ સહિત સ્ટોરેજ વોટર હીટર બનાવે છે જે polymer-coated tank અને Ni Coated Copper Heating Element જેવી વિશેષતાઓ ધરાવે છે.
- National Energy Conservation Awards (NECA) એ વાર્ષિક ઇવેન્ટ છે જે ઊર્જા સંરક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે જેની શરૂઆત 14 ડિસેમ્બર, 1991ના રોજ કરવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે ઊર્જા-કાર્યક્ષમ ઉત્પાદન સીલિંગ ફેન (HS plus model) અને 9 Watt LED bulb માટે Crompton ને અગાઉ વર્ષ 2019માં બે National Energy Conservation Awards (NECA) મળ્યા હતા.
- આ ઉપરાંત WPP અને કંતાર દ્વારા બહાર પાડવામાં આવેલ વર્ષ 2020 માટે 75 સૌથી મૂલ્યવાન ભારતીય બ્રાન્ડ્સની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.