- આ બેક્ટેરિયા છોડના વિકાસને વેગ આપવા માટે સક્ષમ છે જેને નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના માનમાં 'Pantoea Tagorei' નામ આપવામાં આવ્યું છે.
- આ છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા બેક્ટેરિયા (plant-growth promoting bacteria (PGPB)) છે. PGPB એ એક પ્રકારના બેક્ટેરિયા છે જે છોડના મૂળની આસપાસની જમીનમાં રહે છે અને છોડ સાથે સહજીવન સંબંધ બનાવે છે. તેઓ છોડને નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને તેમને રોગો અને જીવાતો સામે પ્રતિકાર કરવામાં મદદ કરે છે.
- રવીન્દ્રનાથ ટાગોર ટકાઉ ખેતી પ્રથાઓના હિમાયતી હતા અને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના મહત્વમાં માનતા હતા.
- તેઓના વારસા અને કૃષિમાં યોગદાનને સન્માનિત કરવા બેક્ટેરિયાનું નામ પેન્ટોઇઆ ટાગોરી રાખવામાં આવ્યું.