- આ કવાયતની પ્રથમ આવૃત્તિ 20 થી 23 ડિસેમ્બર 2023 દરમિયાન યોજાઇ જેમાં ભારતીય નૌકાદળના સ્વદેશી નિર્મિત જહાજો કુલીશ અને IN LCU 56 દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જ્યારે રોયલ થાઈ નેવીના હર મેજેસ્ટી શિપ (HTMS) પ્રચુઆપ ખીરી ખાને ભાગ લીધો હતો.
- અગાઉ, દ્વિપક્ષીય નૌકા કવાયતની સાથે, ભારત-થાઈલેન્ડ કોઓર્ડિનેટેડ પેટ્રોલ ઓપરેશન (ઈન્ડો-થાઈ CORPT) ની 36મી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- બંને દેશોની નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટે આ કવાયતમાં ભાગ લીધો હતો.
- ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નેવી વચ્ચેની પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ કવાયતનું નામ X-Ayutthaya નામ આપવામાં આવ્યું છે, જે ભારતના બે સૌથી જૂના શહેરો, અયોધ્યા અને થાઈલેન્ડના અયુથયાથી લેવામાં આવ્યું છે.