'FIFA એવોર્ડ્સ 2023’માં મેસ્સી FIFA ફૂટબોલર ઓફ ધ યર બન્યો.

  • 15 જાન્યુઆરીના રોજ લંડનમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીને FIFAનો 'ફૂટબોલર ઓફ ધ યર 2023' એવોર્ડ મળ્યો હતો. 
  • તેને સતત બીજા વર્ષે ફિફા મેન્સ 'ફૂટબોલર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો. 
  • વિમેન્સ કેટેગરીમાં વોટિંગમાં 52 પોઈન્ટ સાથે સ્પેનની ઈતાના બોનમતી 'વૂમેન્સ ફૂટબોલ ઓફ ધ યર 2023' બની આ સાથે એક જ વર્ષમાં મહિલા ફૂટબોલના 4 ટોચના એવોર્ડ જીતનારી પ્રથમ ખેલાડી બની. 
  • તેણે 'યુઇએફએ પ્લેયર ઓફ ધ યર', 'બેલોન ડી'ઓર' અને 'વર્લ્ડ કપ ગોલ્ડન બોલ એવોર્ડ' પણ જીત્યા. 
  • માન્ચેસ્ટર સિટીના પેપ ગાર્ડિઓલાને 'શ્રેષ્ઠ કોચનો એવોર્ડ' મળ્યો. 
  • બ્રાઝિલના ગિલ્હેર્મ મદ્રુગાને 'પુસ્કાસ એવોર્ડ' મળ્યો, આ એવોર્ડ વર્ષના શ્રેષ્ઠ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવે છે.
  • બ્રાઝિલના એડરસને 'મેન્સ ગોલકીપર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો. 
  • ઈંગ્લેન્ડની મેરી અર્પ્સે 'વૂમન્સ ગોલકીપર ઓફ ધ યર' એવોર્ડ જીત્યો હતો.
  • માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગાર્ડિઓલાએ ફિફાનો 'કોચ ઓફ ધ યર' એવોર્ડ જીત્યો.
  • ઈંગ્લેન્ડ મહિલા ટીમના મુખ્ય કોચ સરીના વેગમેન સતત બીજા વર્ષે FIFA 'કોચ ઓફ ધ યર' બન્યા આર્જેન્ટિનાના હ્યુગો ડેનિયલ ટોટો ઈનિગ્યુઝને 'ફીફા ફેન' એવોર્ડ મળ્યો હતો. 
  • બ્રાઝિલની માર્ટાને ફિફાનો વિશેષ પુરસ્કાર મળ્યો હતો, તેણે બ્રાઝિલ માટે 175 મેચમાં 115 ગોલ કર્યા હતા.
Lionel Messi wins The Best FIFA Men's Player Award

Post a Comment

Previous Post Next Post