- તેઓને આ સન્માન અવકાશ વિજ્ઞાનના સફળ યોગદાન માટે આપવામાં આવ્યું છે.
- તેઓ બર્મિંગહામ યુનિવર્સિટીના ગુરુત્વાકર્ષણ તરંગ સંશોધન જૂથમાં અગ્રણી તરીકે જાણીતા છે.
- તેઓએ એરિયલ અને રોઝાલિન્ડ ફ્રેન્કલિન માર્સ રોવર સહિત આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનમાં યુકેના મોટા રોકાણોને સમર્થન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
- વધુમાં, તેમણે યુકે સ્પેસ એજન્સીની સાયન્સ પ્રોગ્રામ એડવાઇઝરી કમિટીની અધ્યક્ષતા કરી અને રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે.
- ઉલ્લેખનીય છે કે ગુરુત્વાકર્ષણ તરંગો અવકાશ વિજ્ઞાનમાં એક કેન્દ્રબિંદુ બની ગયા છે, જેના દ્વારા બ્રહ્માંડની પ્રકૃતિ અને ઈતિહાસનું અન્વેષણ કરી શકાય છે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે, સમગ્ર યુકે અને યુરોપના વૈજ્ઞાનિકો અને ઇજનેરો લેસર ઇન્ટરફેરોમીટર સ્પેસ એન્ટેના (LISA) પર સક્રિયપણે કામ કરી રહ્યા છે, જે 2030 ના દાયકાના મધ્યમાં પ્રક્ષેપણ માટે આયોજિત અવકાશ-આધારિત ગુરુત્વાકર્ષણ તરંગ વેધશાળા છે.
- આ મહત્વાકાંક્ષી મિશનમાં પ્રોફેસર ક્રૂઝનું યોગદાન અતિમહતવનું છે.
- તેઓ ઉપરાંત ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં અવકાશ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના ક્ષેત્રોમાં ડેમ મેગી એડરિન પોકોકને વિજ્ઞાન શિક્ષણ અને વિવિધતા માટેની તેમની સેવાઓ માટે, પ્રોફેસર એમ્મા બન્સને ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન શિક્ષણની સેવાઓ માટે અને પ્રોફેસર ફિલિપ ડાયમંડને વૈશ્વિક રેડિયો ખગોળશાસ્ત્રની સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.