- નેવિગેશન સિસ્ટમ મેપલ્સ એપ પર તમામ 784 અકસ્માત-સંભવિત વિસ્તારોને 'બ્લેક સ્પોટ્સ' તરીકે વ્યાપકપણે મેપ કરનાર પંજાબ પ્રથમ ભારતીય રાજ્ય બન્યું.
- નેવિગેશન સિસ્ટમ મેપલ્સ એપ, MapMyIndia દ્વારા વિકસાવવામાં આવી છે.
- આ પહેલ મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના મુખ્ય પ્રોજેક્ટ 'રોડ સેફ્ટી ફોર્સ'ના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે.
- એપ પંજાબી ભાષામાં વોઈસ એલર્ટ આપી શકે છે અને આવનારા બ્લેક સ્પોટ વિશે મુસાફરોને સમયસર ચેતવણી આપવામાં સક્ષમ છે જેમાં બ્લેક સ્પોટ 100 મીટર દૂર થાય તે પહેલા જ મુસાફરોને આ એલર્ટ મળી જશે.
- આ પહેલનો ઉદ્દેશ્ય ડ્રાઇવરોને અગાઉથી ચેતવણી આપીને માર્ગ સલામતી વધારવાનો તેનો હેતુ છે.
- ‘રોડ સેફ્ટી ફોર્સ’ એ પંજાબ પોલીસ અને MapMyIndia વચ્ચેની સહયોગી પહેલ છે.
- આ દળને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા લોકો પર નજર રાખવા, રસ્તાઓ પર વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા અને અન્ય સંબંધિત કામોની જવાબદારી સોંપવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્લોબલ સ્ટેટ ઓફ રોડ સેફ્ટી 2023 નામનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જે અહેવાલ વિશ્વભરમાં માર્ગ ટ્રાફિકના મૃત્યુ અને સલામતીના પગલાં અંગેના મહત્વપૂર્ણ તારણ દર્શાવે છે.
- અહેવાલ મુજબ, વૈશ્વિક માર્ગ ટ્રાફિક મૃત્યુ 28% દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં, 25% પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં, 19% આફ્રિકન ક્ષેત્રમાં, 12% અમેરિકા ક્ષેત્રમાં, 11% પૂર્વીય ભૂમધ્ય પ્રદેશમાં અને યુરોપિયન પ્રદેશમાં 5% વિસ્તારમાં થયું.