સ્વીડિશ વૈજ્ઞાનિકો દ્વારા છોડના વિકાસને વેગ આપે તેવી ‘ઈ-સોઈલ’ બનાવવામાં આવી.

  • લિંકોપિંગ યુનિવર્સિટી, સ્વીડનના સંશોધકો દ્વારા જવના રોપાઓમાં નોંધપાત્ર પાક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી વિદ્યુત વાહક 'માટી' ની શોધ કરવામાં આવી જે માત્ર 15 દિવસમાં 50% જેટલો પાકમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે. 
  • આ નવીન માટી વિનાની ખેતી પદ્ધતિ, જેને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે, જે એક સબસ્ટ્રેટ દ્વારા સક્રિય કરાયેલ એક અત્યાધુનિક રુટ સિસ્ટમનો ઉપયોગ કરે છે.  
  • હાઇડ્રોપોનિક ખેતીમાં, છોડ જમીન વગર ખીલે છે, માત્ર પાણી, પોષક તત્ત્વો અને મૂળના જોડાણ માટે સહાયક સબસ્ટ્રેટ પર નિર્ભર રહે છે.  
  • આ સિસ્ટમ દરેક બીજને ચોક્કસ પોષક તત્ત્વોની ડિલિવરી સુનિશ્ચિત કરીને પાણીના રિસાયક્લિંગની સુવિધા આપે છે.
  • હાઇડ્રોપોનિક્સમાં ન્યૂનતમ પાણીનો વપરાશ અને શ્રેષ્ઠ પોષક તત્વોની જાળવણી પરંપરાગત પદ્ધતિઓથી વધુ સારી રીતે રહે છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને લેટીસ, જડીબુટ્ટીઓ અને પસંદગીના શાકભાજી જેવા પાકો પહેલેથી જ સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યા છે હવે અનાજ ઉગાડવામાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
  • eSoilમાં સેલ્યુલોઝમાંથી બનાવેલ અગ્રણી ઇલેક્ટ્રોનિક ખેતી સબસ્ટ્રેટ, સૌથી વધુ વિપુલ પ્રમાણમાં બાયોપોલિમર, PEDOT તરીકે ઓળખાતા વાહક પોલિમર સાથે જોડાયેલું છે.
  • મૂળ ઉત્તેજના માટે ઉચ્ચ વોલ્ટેજનો ઉપયોગ થતો ના હોવાથી ઓછી ઉર્જા વપરાશ ધરાવે છે અને ઉચ્ચ વોલ્ટેજના જોખમોને દૂર કરે છે.
Swedish scientists have developed 'e-soil' that boosts plant growth.

Post a Comment

Previous Post Next Post