જાણીતા ચિત્રકાર એ. રામચંદ્રનનું 89 વર્ષની વયે નિધન.

  • તેમનું પૂરું નામ અચ્યુતન રામચંદ્રન નાયર હતું.  
  • તેઓનો જન્મ 1935માં કેરળના અટ્ટિંગલમાં થયો હતો.
  • વર્ષ 2002માં તેઓ લલિત કલા અકાદમીના ફેલો તરીકે ચૂંટાયા હતા. 
  • આ ઉપરાંત, વર્ષ 2005માં, તેમને રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા માટે પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.  
  • વર્ષ 2013 માં, તેમને મહાત્મા ગાંધી યુનિવર્સિટી (કેરળ) દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી હતી.
  • વર્ષ 1961 અને 1964ની વચ્ચે, તેમણે કેરળના દિવાલ ચિત્રો પર તેમની ડોક્ટરલ થીસીસ લખી હતી.
  • વર્ષ 1991માં તેમને કેરળ લલિત કલા એકેડમીના માનદ પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. 
  • તેઓ 1992માં જામિયામાંથી નિવૃત્ત થયા હતા અને 2005માં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી દ્વારા તેમને ફરીથી પ્રોફેસર એમેરિટસના પદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
  • ચિત્રકાર એ રામચંદ્રન અભિવ્યક્તિવાદી શૈલીમાં ચિત્રો દોરતા હતા, જેમાં તેમણે શહેરી જીવનની પીડાને કરુણ રીતે દર્શાવવામાં આવ્યા હતા.
Eminent artist A Ramachandran passes away at 89

Post a Comment

Previous Post Next Post