- બાળ સુરક્ષાના પગલાંને મજબૂત કરવાના એક સંકલિત પ્રયાસમાં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બે મુખ્ય પોર્ટલના વિકાસની પહેલ કરવામાં આવી છે જેમાં “ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ અને ઘર - ગો હોમ” અને “રી-યુનાઈટ” પોર્ટલનો સમાવેશ થાય છે.
- આ પ્લેટફોર્મ્સ ગુમ થયેલા અને મળી આવેલા બાળકોને ટ્રેક કરવા, પુનઃસ્થાપન અને પ્રત્યાવર્તન પ્રક્રિયાઓને વધારવામાં અને જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમના કાર્યક્ષેત્ર હેઠળ નબળા સગીરોના કલ્યાણની સુરક્ષામાં વધારો કરવા માટે બનાવવામાં આવેલ છે.
- ટ્રૅક ચાઇલ્ડ પોર્ટલ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મુખ્ય પહેલ, દેશભરમાં ગુમ થયેલા અને મળી આવેલા બાળકોની શોધ માટે કેન્દ્રિય હબ તરીકે સેવા આપશે.
- આ પોર્ટલ ગૃહ મંત્રાલય, CCTNS (ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ્સ) અને વિવિધ રાજ્ય સરકારો/UT વહીવટીતંત્રો જેવા હિતધારકો સાથે મળીને વિકસવવામાં આવ્યું છે.
- ટ્રેક ચાઈલ્ડ પોર્ટલને પૂરક બનાવતા, ઘર - ગો હોમ અને રી-યુનાઈટ પોર્ટલ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015 અનુસાર બાળકોના પુનઃસ્થાપન અને પ્રત્યાર્પણની સુવિધા માટે રચાયેલ છે.
- જેમાં ડિજીટલ મોનીટરીંગ, કાર્યક્ષમ કેસ વ્યવસ્થાપન, સપોર્ટ મિકેનિઝમ હેઠળ GHAR જરૂરીયાત મુજબ અનુવાદકો, દુભાષિયાઓ અથવા નિષ્ણાતોની મદદ લેવામાં આવશે, વ્યાપક ચેકલિસ્ટ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- આ પહેલોની અસરને વધારવા માટે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા સમગ્ર દેશમાં હિસ્સેદારો માટે વ્યાપક જાગૃતિ અભિયાનો અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.