- તેઓએ અંગત કારણોસરનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું.
- ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ભૂતકાળમાં વિવિધ મુદ્દાઓને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
- પંજાબમાં હાલ કોંગ્રેસ અને આપ પાર્ટીની ગઠબંધન સરકાર છે જેને ભાજપ સરકાર પર ચૂંટણીમાં ચેડાના આક્ષેપ કરેલ છે.
- આ પગલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આમ આદમી પાર્ટી (AAP)ને વચગાળાની રાહત નકારી કાઢી હતી, જેણે કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ નવેસરથી ચૂંટણીની માંગ કરી હતી.
- સુપ્રીમ કોર્ટ AAP કાઉન્સિલરની વિનંતી પર વિચારણા કરવા માટે સંમત થઈ હતી જેમાં હાઈકોર્ટના આદેશને પડકારતી તેમની અરજીની તાકીદે સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
- ગવર્નર બનવારી લાલ પુરોહિતને પંજાબના મુખ્યમંત્રી સાથે ઘર્ષણ પણ ચાલી રહ્યો હતો.
- તેઓ 16 એપ્રિલ 1940 ના રોજ જન્મેલા, એક ભારતીય રાજકારણી છે જેમણે પંજાબ, ભારતના 29મા રાજ્યપાલ અને 3 ફેબ્રુઆરી 2024 સુધી ચંદીગઢના પ્રશાસક તરીકે સેવા આપી હતી.
- તેમણે અગાઉ વર્ષ 2016 થી 2017 આસામ અને 2017 થી 2021 સુધી તમિલનાડુના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી.
- પુરોહિત ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે અને તેમણે ત્રણ વખત નાગપુર લોકસભા મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે, બે વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે અને એક વખત ભાજપના સભ્ય તરીકે રહેલ છે.