- Bharat Petroleum Corporation Limited (BPCL) દ્વારા ઓલિમ્પિક અને વિશ્વ જેવલિન ચેમ્પિયન નીરજ ચોપરા સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરાર કરવામાં આવ્યા.
- નીરજ ચોપરા BPCLના પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટ ‘SPEED’ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે.
- અગાઉ કંપનીએ ક્રિકેટર રાહુલ દ્રવિડ સાથે તેની ‘Pure for Sure’ પહેલ અને ‘MAK lubricants’ની શ્રેણી માટે ભાગીદારી કરી હતી.
- સ્પીડ પેટ્રોલમાં સુધારેલ ઇંધણ કાર્યક્ષમતા અને ટોચના એન્જિન પ્રદર્શનની બાંયધરી આપવામાં આવે છે તેમાં Multi-Function Additives (MFA) ઉમેરવામાં આવે છે જે તમામ ઇંધણ મીટરિંગ સિસ્ટમ્સ અને ફ્યુઅલ ઇન્જેક્ટર, કાર્બ્યુરેટર્સ, ઇન્ટેક વાલ્વ/પોર્ટ્સ અને કમ્બશન ચેમ્બર જેવા ઘટકોમાં નુકસાનકારક ઘટકોને અસરકારક રીતે નિયંત્રિત કરે છે આનાથી એન્જિનની કામગીરીમાં વધારો થાય છે.
- ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ ભારતીય સરકારી માલિકીની એન્ટરપ્રાઈઝ (PSU) છે જે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
- બીના, કોચી અને મુંબઈમાં આવેલી રિફાઈનરીઓ સાથે, BPCL ભારત સરકારની માલિકીની બીજી સૌથી મોટી ડાઉનસ્ટ્રીમ ઓઈલ ઉત્પાદક કંપની છે.