વોન ગેથિંગ યુરોપિયન દેશના પ્રથમ અશ્વેત નેતા બન્યા.

  • વોન ગેથિંગ, જેઓ હાલમાં વેલ્સના અર્થતંત્ર મંત્રી તરીકે સેવા આપે છે, તેઓને વેલ્શ લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
  • આ સાથે તેઓ યુરોપિયન દેશનું નેતૃત્વ કરનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા છે.
  • તેઓનો જન્મ 1974 માં ઝામ્બિયામાં વેલ્શ પિતા અને ઝામ્બિયન માતાને થયો હતો.  
  • તેઓ વેલ્શ ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને વેલ્શ નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ બંનેના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા.
  • તેઓ વર્ષ 2011 માં વેલ્શ વિધાનસભામાં જોડાયા બાદ વર્ષ 2013માં બ્રિટનના કોઈપણ દેશોમાં પ્રથમ અશ્વેત મંત્રી બન્યા હતા. 
  • તેમણે COVID-19 રોગચાળા દરમિયાન વેલ્સના આરોગ્ય પ્રધાન તરીકે અને તાજેતરમાં તેના અર્થતંત્ર પ્રધાન તરીકે સેવા આપી હતી.  
  • વેલ્શ સંસદ (સેનેડ)ની વર્ષ 1999માં સ્થાપના પછી તેઓ પાંચમા પ્રથમ પ્રધાન બનશે. 
  • વેલ્સ એ ત્રણ દેશોમાંનો એક છે જે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથે ગ્રેટ બ્રિટનના ટાપુ બનાવે છે.  તે યુનાઇટેડ કિંગડમનો એક ભાગ છે, જેમાં ચાર દેશોનો સમાવેશ થાય છે: વેલ્સ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ.
Vaughan Gething Becomes First Black Leader of a European Country

Post a Comment

Previous Post Next Post