- તેઓને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો.
- આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
- અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
- 81 વર્ષના અમિતાભ છેલ્લા 5 દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
- અમિતાભે પોતાના કરિયરમાં 'જંજીર', 'દીવાર', 'મોહબ્બતેં' અને 'પીકુ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.
- ફેબ્રુઆરી 2022 માં લતા મંગેશકરના મૃત્યુ પછી, પરિવાર અને ટ્રસ્ટ દ્વારા તેમની યાદમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
- વર્ષ 2022 માં આ સન્માન પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું.