અમેરિકા દ્વારા ત્રણ ભારતીય કંપનીઓ પર ઈરાન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • આ પ્રતિબંધિત કંપનીઓમાં જેન શિપિંગ, પોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સી આર્ટ શિપ મેનેજમેન્ટ કંપનીનો સમાવેશ થાય છે. 
  • તેના પર ઈરાની સેના સાથે ગેરકાયદેસર વ્યવસાય કરવાનો અને તેમના માટે ડ્રોન ટ્રાન્સફર કરવાનો આરોપ છે. 
  • આ તમામ રશિયાને ઈરાની ડ્રોન્સની ગુપ્ત ડિલિવરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • ઈરાનની કંપની સહારા થંડર અન્ય દેશોમાં તેની કોમર્શિયલ પ્રવૃત્તિઓનો મુખ્ય સ્ત્રોત છે.
  • સહારા થંડર ઈરાની સંરક્ષણ મંત્રાલય માટે ઈરાની માલના વેચાણ અને શિપમેન્ટ સાથે વ્યવહાર કરે છે.
  • રશિયા ઉપરાંત આ શિપમેન્ટ ચીન અને વેનેઝુએલાને પણ પહોંચાડવામાં આવે છે.
  • ઈરાનની સહારા થન્ડર કંપનીએ CHEM જહાજ માટે 2 ભારતીય કંપનીઓ (ઝેન શિપિંગ અને પોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ) સાથે કરાર કર્યા હતા.
  • આ જહાજ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની એક કંપની દ્વારા સંચાલિત છે.
  • સહારા થંડરે 2022 થી ઘણા દેશોમાં શિપમેન્ટ પહોંચાડવા માટે CHEM શિપનો ઉપયોગ કર્યો છે.
  • ત્રીજી ભારતીય કંપની, સી આર્ટ શિપ મેનેજમેન્ટ, યુએઈની એક કંપનીના સહયોગથી સહારા થંડરને શિપ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડે છે.
US sanctions over dozen firms

Post a Comment

Previous Post Next Post