- આ Schengen Visa થી ભારતના લોકો યુરોપના 29 દેશોની મુલાકાત લઈ શકશે.
- Schengen Visa એ 90 દિવસ સુધી જારી કરાયેલ 'short-stay' વિઝા છે.
- આ વિઝા કોઈપણ યુરોપિયન દેશોમાં મુક્તપણે મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
- અગાઉ 3 વર્ષમાં બે વાર વિઝા લેવા પડતા હતા.
- હવે, 18 એપ્રિલથી લાગુ થતા નિયમો અનુસાર, ભારતીયોને મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા મળશે, જેનાથી ખર્ચ પણ બચશે.
- હાલમાં, ટૂંકા રોકાણના વિઝાની કિંમત લગભગ 7,000 રૂપિયા છે, જ્યારે અમેરિકામાં તે 10 વર્ષ માટે છે.
- આ વિઝા સ્ટીકરના રૂપમાં હોય છે જે તમારા પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ પર ચોંટાડવામાં આવે છે.
- આ સ્ટીકર સ્વયં શેંગેન રાજ્યોમાં મુસાફરી કરવાની તમારી પરવાનગીનું પ્રતીક છે.