- છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે વોયેજરે સંદેશ મોકલ્યો છે અને નાસાના એન્જિનિયરો તેને વાંચવામાં સફળ રહ્યા છે.
- વોયેજર 1 ને વર્ષ 1977માં અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.
- આ અવકાશયાન ગયા વર્ષે 14 નવેમ્બરથી સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું.
- સ્પેસક્રાફ્ટની ફ્લાઇટ ડેટા સિસ્ટમ, ડેટા એકત્રિત કરવા અને તેને પૃથ્વી પર મોકલવા માટે જવાબદાર છે, તે લૂપમાં અટવાઇ હતી.
- વોયેજર-2 પછી, નાસાએ અવકાશમાં અન્ય ગ્રહો શોધવા માટે વોયેજર-1 લોન્ચ કર્યોવોયેજર-1 5 સપ્ટેમ્બર 1977ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ.
- ફેબ્રુઆરી 1990 માં, આ અવકાશયાન દ્વારા સૌરમંડળની પ્રથમ ઝાંખી તસવીર લેવામાં આવી હતી.
- આ પછી, 25 ઓગસ્ટ, 2012 ના રોજ, વોયેજર-1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ્યું હતુ.
- પૃથ્વી પરથી સંદેશ મોકલવામાં 48 કલાકનો સમય લાગે છે અને પછી વોયેજર-1 પરથી સંદેશ પાછો મળે છે.