- World Health Organization (WHO) ના રિપોર્ટમાં 187 દેશોનો ડેટા લેવામાં આવ્યો છે.
- આ રિપોર્ટ મુજબ વિશ્વમાં વાઇરલ હેપેટાઇટિસને કારણે મૃત્યુ પામેલા લોકોની અંદાજિત સંખ્યા વર્ષ 2019માં 1.1 મિલિયનથી વધીને વર્ષ 2022માં 1.3 મિલિયન થઈ ગઈ છે તેમાંથી 83% મૃત્યુ hepatitis B અને 17% hepatitis C ને કારણે થયા હતા.
- વૈશ્વિક સ્તરે વર્ષ 2022 માં 254 મિલિયન લોકો hepatitis B અને 50 મિલિયન લોકો hepatitis સીથી પીડિત હતા.
- ચીનમાં hepatitis B અને C ના 83 મિલિયન કેસ નોંધાયા છે, જે હિપેટાઇટિસના વૈશ્વિક કેસોમાં 27.5% છે.
- વાઈરલ હેપેટાઈટીસના કેસમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે જેમાં.કુલ 3.5 કરોડ કેસ સાથે વર્ષ 2022 માં ભારતમાં હેપેટાઇટિસનું સ્તર વૈશ્વિક કેસોના 11.6% હતું.
- ભારતમાં સૌથી વધુ મૃત્યુ ક્ષય રોગથી થાય છે, જ્યારે હેપેટાઇટિસના કારણે મૃત્યુ બીજા સ્થાને છે.
- World Health Organization (WHO) એ સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે કામ કરે છે.
- WHO નું બંધારણ 7 એપ્રિલ, 1948 ના રોજ અમલમાં આવ્યું તેથી, વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
- હાલમાં તેના 194 સભ્યો છે.
- UN ના તમામ સભ્ય દેશો WHOના બંધારણને સ્વીકારીને તેના સભ્ય બની શકે છે.
- તેનું મુખ્ય મથક જીનીવા (સ્વિત્ઝર્લેન્ડ)માં છે.