બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા Peter Higgs નું 94 વર્ષની વયે નિધન.

  • Peter Higgs એ 'હિગ્સ-બોસન પાર્ટિકલ' એટલે કે 'ગોડ પાર્ટિકલ'ની શોધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • તેઓનો જન્મ 1929માં ન્યૂકેસલમાં થયો હતો.
  • તેમણે એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતુ જ્યાં તેમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
  • વર્ષ  1960 ના દાયકામાં, હિગ્સ અને અન્ય ભૌતિકશાસ્ત્રીઓએ બ્રહ્માંડ શેનાથી બનેલું છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો.
  • વર્ષ 2012 માં, વૈજ્ઞાનિકોએ તેના પર માહિતી મેળવી, તેને “હિગ્સ બોસન” નામ આપવામાં આવ્યું.
  • 'ગોડ પાર્ટિકલ'ની શોધમાં ભારતે પણ ફાળો આપ્યો છે.
  • 'હિગ્સ બોસોન'નું 'હિગ્સ' નામ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સના નામ પરથી રાખવામાં આવ્યું છે.  જ્યારે, 'બોસોન'નું નામ ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • તે જ સમયે, જુલાઈ 2012 ના ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખમાં, સત્યેન્દ્ર નાથ બોઝને 'ફાધર ઓફ ગોડ પાર્ટિકલ' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
  • 1 જાન્યુઆરી, 1874ના રોજ કલકત્તામાં જન્મેલા સત્યેન્દ્ર નાથ બોઝે ક્વોન્ટમ મિકેનિક્સ અને મેથેમેટિકલ ફિઝિક્સમાં નોંધપાત્ર કામ કર્યું હતું.
UK Nobel Winning Physicist Peter Higgs Dies Aged 94

Post a Comment

Previous Post Next Post