ગુજકોસ્ટને ઈસરોના START પ્રોગ્રામ માટે નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું.

  • Gujarat Council on Science and Technology (GUJCOST) ને Indian Space Research Organisation (ISRO) દ્વારા 'Space Science and Technology Awareness Training (START)' પ્રોગ્રામ માટે નોડલ સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું.
  • ISRO દ્વારા તૈયાર કરવામાં આવેલ START પ્રોગ્રામ  એક પ્રારંભિક-સ્તરનું ઓનલાઈન તાલીમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
  • જેમાં ગ્રહોની શોધખોળ, ખગોળશાસ્ત્ર, હેલિયોફિઝિક્સ, વાતાવરણીય વિજ્ઞાન અને માઇક્રોગ્રેવિટી સંશોધન સહિત અવકાશ વિજ્ઞાન સંશોધન ક્ષેત્રોના વિશાળ સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. 
  • START પ્રોગ્રામ હેઠળ GUJCOST દ્વારા લાઇવ ક્લાસનું આયોજન કરવામાં આવશે અને જ્ઞાનના પ્રસાર માટે કેન્દ્રીય હબ તરીકે સેવા આપશે.
  • વધુમાં, રાજકોટ, પાટણ, ભાવનગર અને ભુજમાં સ્થિત ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો આ કાર્યક્રમના સંકલન અને સુવિધામાં મુખ્ય ભૂમિકા ભજવશે. 
  • આ ઉદ્ઘાટન ઓનલાઈન પ્રોગ્રામ 'સોલાર સિસ્ટમનું સંશોધન (Exploration of Solar System)' થીમ આધારિત રહેશે.
GUJCOST designated as Nodal Centre for ISRO’s START programme

Post a Comment

Previous Post Next Post