- MDH Pvt. અને Everest Food Products Pvt. કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડ (carcinogenic pesticide ethylene oxide) ની વધુ માત્રાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- જેમાં MDHનો મદ્રાસ કરી પાવડર, સાંબર મસાલા મિશ્ર મસાલા પાવડર અને કરી પાવડર મિશ્ર મસાલા પાવડર અને એવરેસ્ટની ફિશ કરી મસાલાનો સમાવેશ થાય છે.
- હોંગકોંગ પહેલા સિંગાપોરના સત્તાવાળાઓએ પણ આ જ કારણોસર એવરેસ્ટની ફિશ કરી મસાલાને બજારમાંથી પરત મંગાવવાનો આદેશ જારી કર્યો હતો.
- હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ - મદ્રાસ કરી પાવડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું.
- આ જંતુનાશક નિયમિત સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળ એવરેસ્ટના ફિશ કરી મસાલામાંથી પણ મળી આવ્યું છે.
- International Agency for Research on Cancer દ્વારા ઇથિલિન ઓક્સાઇડને ગ્રુપ 1 કાર્સિનોજેન (ethylene oxide as a Group 1 carcinogen) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
- ખાદ્ય નિયમો અનુસાર જો ખોરાક જોખમી અથવા સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય ત્યારે જંતુનાશકો ધરાવતો ખોરાક માનવ વપરાશ માટે ત્યારે જ વેચી શકાય છે.