- World Anti Doping Agency (WADA) દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2022ના પરીક્ષણના આંકડાઓ અનુસાર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું.
- આ રિપોર્ટ મુજબ ભારતીય એથ્લેટ્સના પેશાબ, લોહી અને એથ્લેટ જૈવિક પાસપોર્ટ સહિત તેમના પાસેથી એકત્ર કરાયેલા 4,064 નમૂનાઓમાંથી 127 વ્યક્તિઓએ પ્રતિબંધિત પદાર્થો માટે સકારાત્મક પરીક્ષણ મળ્યું હતું.
- WADAના અહેવાલમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2022 માં તેના Anti-Doping Administration and Management System (ADAMS) માં વિશ્લેષણ અને અહેવાલ કરાયેલા નમૂનાઓની કુલ સંખ્યામાં 6.4% નો વધારો જોવા મળ્યો હતો.
- આ લિસ્ટમાં ભારત પછી દક્ષિણ આફ્રિકા 80 ડોપિંગ નિષ્ફળતાઓ સાથે બીજા ક્રમે છે ત્યારબાદ બેંગકોક ત્રીજા સ્થાને અને યુનાઇટેડ સ્ટેટ્સ અને કતાર અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
- આ ઉપરાંત લેબોરેટરી (રક્ત) દીઠ આયોજિત નિષ્ફળ EPO-receptor agonists (ERA) પરીક્ષણોની સૌથી વધુ ટકાવારી માટે પણ ભારત ટોચ પર છે, જેમાં 11 કેસ અથવા પ્રતિકૂળ વિશ્લેષણાત્મક તારણો (Adverse Analytical Findings (AAFs)) 1.8% છે.