- મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શહેર મિરાજના સિતાર અને તાનપુરાઓને સંગીતનાં સાધનો બનાવવાની કારીગરી માટે Geographical Indication (GI) ટેગથી નવાજવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે મિરાજ ખાતે બનેલા આ સાધનોની શાસ્ત્રીય સંગીત તેમજ ફિલ્મ ઉદ્યોગના જાણીતા કલાકારો સહિત કેટલાક અગ્રણી કલાકારોમાં ખૂબ જ માંગ છે.
- મિરાજમાં સિતાર અને તાનપુરા બનાવવાની પરંપરા 300 વર્ષથી વધુ જૂની છે. મિરાજમાં સાત પેઢીથી વધુ સમયથી કારીગરો આ તાર આધારિત સંગીતનાં સાધનો બનાવી રહ્યાં છે.
- GI ટેગ દ્વારા ઉત્પાદન ચોક્કસ ભૌગોલિક વિસ્તારને માન્યતા આપવામાં આવે છે.