- Novak Djokovic અને Roger Federer ને લોરેસ એવોર્ડના ઈતિહાસમાં સૌથી વધુ વખત સન્માનિત કરવામાં આવ્યા છે.
- જોકોવિચે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં ટાઇટલ જીત્યા હતા.
- ઉપરાંત જોકોવિચ 24 ગ્રાન્ડ સ્લેમ સાથે મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ટાઇટલ જીતનાર ખેલાડી પણ છે.
- સ્પેનની મિડફિલ્ડર એટાના બોનામાટીને લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2024 નો એવોર્ડ મળ્યો.
- બોનામતીએ ગયા વર્ષે ફિફા મહિલા વર્લ્ડ કપમાં ગોલ્ડન બોલ ટ્રોફી મેળવી હતી
- Laureus World Sports Awards સમારોહ દર વર્ષે યોજાય છે. જેમાં આખા વર્ષ દરમિયાન રમતગમતની સિદ્ધિઓ સાથે ખેલાડીઓ અને ટીમોનું સન્માન કરવામાં આવે છે.
- તેની સ્થાપના વર્ષ 1999 માં ડેમલર અને રિચેમોન્ટ દ્વારા કરવામાં આવી હતી, જે લૌરિયસ સ્પોર્ટ ફોર ગુડ ફાઉન્ડેશનના સ્થાપક હતા.