મોહમ્મદ સાલેમના ફોટોને 'World Press Photo of the Year award' આપવામાં આવ્યો.

  • World Press Photo of the Year award એ ફોટો જર્નાલિસ્ટ્સ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. 
  • સાલેમના 17 ઓક્ટોબર, 2023 ના રોજ ગાઝામાં લીધેલા ફોટોને આ એવોર્ડ મળેલ છે કે જે ફોટામાં 36 વર્ષીય ઈનાસ અબુ મામર નામની પેલેસ્ટિનિયન મહિલા તેની 5 વર્ષની ભત્રીજી સાલીની લાશને પકડી રાખેલ છે અને સફેદ ચાદરમાં લપેટાયેલા સાલીના શરીરને ગળે લગાવીને ઈનાસ રડી રહી છે તે દર્શાવેલ છે.
  • ઈઝરાયલી બોમ્બ ધડાકા પછી ગાઝામાં હોસ્પિટલના શબઘરમાં આ ફોટો લેવામાં આવ્યો હતો. 
  • વર્લ્ડ પ્રેસ ફોટો કોમ્પિટિશનમાં 2024માં 130 દેશોના 3,851 ફોટોગ્રાફરોની 61,000 થી વધુ એન્ટ્રીઓ આવી હતી.
Reuters photographer wins World Press Photo of the Year with poignant shot from Gaza

Post a Comment

Previous Post Next Post