- તેણી આઇકોનિક શોટ પુટર, ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા છે.
- તેણીને વર્લ્ડ 10Kની 16મી આવૃત્તિ માટે ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- ઓલિમ્પિકના પાંચ દેખાવોમાં તેણીએ બે ગોલ્ડ મેડલ (2008 અને 2012માં), એક સિલ્વર (2016માં) અને એક બ્રોન્ઝ મેડલ (2020માં) જીત્યા છે.
- એડમ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત ચાર ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ ધરાવે છે તેમજ ચાર વખતની વર્લ્ડ ઇન્ડોર ચેમ્પિયન અને ત્રણ વખત કોમનવેલ્થ ગેમ્સ વિજેતા છે.
- તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત ચાર વ્યક્તિગત ટાઇટલ જીતનારી પ્રથમ મહિલા પણ છે.
- તેણીને વર્ષ 2014માં IAAF વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યરના ખિતાબથી સન્માનિત કરવામાં આવી હતી.
- હાલમાં, તેણી વિશ્વ એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષનું સન્માનિત પદ ધરાવે છે.