- અનંત ટેક્નોલોજીના સ્થાપક પાવુલુરી સુબ્બા રાવને ભારતમાં અવકાશ વિજ્ઞાનના પ્રચારમાં આજીવન યોગદાન માટે Aeronautical Society of India (ASI) દ્વારા સ્થાપિત 'Aryabhatta Award'થી નવાજવામાં આવ્યા.
- આ સિવાય તેમને ASIનું 'Distinguished Fellow' નું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.
- ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક રાવ દ્વારા વર્ષ 1992માં ISRO અને સંરક્ષણ ક્ષેત્ર માટે દેશની કેટલીક સૌથી અત્યાધુનિક એવિઓનિક્સ સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસાવવા માટે અનંત ટેક્નોલોજીસ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી.
- હૈદરાબાદ સ્થિત કંપની દ્વારા તેના ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ - હૈદરાબાદ, બેંગલુરુ અને તિરુવનંતપુરમમાં 1,600 થી વધુ લોકોને રોજગારી આપે છે.
- ATI દ્વારા ભારતીય અવકાશ કાર્યક્રમો માટે 98 ઉપગ્રહો અને 78 પ્રક્ષેપણ વાહનોને મુખ્ય ઘટકો અને તકનીકો સપ્લાય કરવામાં આવી છે.
Aryabhatta Award:
- દર વર્ષે Aeronautical Society of India એવા લોકોને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરે છે જેમણે ભારતમાં અવકાશ વિજ્ઞાન અને એરોસ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
- ASI સોસાયટીની સ્થાપના વર્ષ 1990માં થઈ હતી અને તે વર્ષ 1958થી International Astronautical Federation ના સભ્ય છે.
- આ પુરસ્કાર પાંચમી સદીના ભારતીય ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યો છે.
- તે આર્યભટ્ટનું સ્મરણ કરે છે જે 19મી એપ્રિલ 1975ના રોજ લોન્ચ કરવામાં આવેલો પ્રથમ ભારતીય ઉપગ્રહ છે. આ પુરસ્કાર સામાન્ય રીતે વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવે છે.