ભારતના સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે વ્યાવસાયિક સર્કિટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી.

  • આ નિવૃત્તિ બાદ પણ તે આવનારા કેટલાક સમય માટે મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.
  • 22 વર્ષ સુધી પ્રોફેશનલ સર્કિટમાં રમનાર તેઓએ ઈંચિયોન અને હાંગઝોઉ એશિયન ગેમ્સની ટીમ ઈવેન્ટ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
  • આ સિવાય તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા છે.
  • તેણે ગ્લાસગોમાં 2022 વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં મિશ્ર ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • તે વર્લ્ડ ટોપ-10માં પહોંચનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.
  • તેણે એપ્રિલ 2019માં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું હતું અને તેને છ મહિના સુધી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.
  • તેણે 2003માં પીએસએ ડેબ્યૂ કર્યા બાદ 18 ફાઇનલમાં પહોંચીને 10 PSA ટાઇટલ જીત્યા છે. 
  • તેણે PSA ટૂરમાં તેની 511 મેચમાંથી 281 જીતી છે. 
  • તેના નામે 13 રાષ્ટ્રીય ખિતાબ જીતવાનો રેકોર્ડ પણ છે. તેણે છેલ્લું ટાઇટલ 2020માં જીત્યું હતું.
Saurav Ghosal Retires from Professional Squash

Post a Comment

Previous Post Next Post