- અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને યુક્રેનને 6 અબજ ડોલર એટલે કે લગભગ 50 હજાર કરોડ રૂપિયાની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી જેમાંથી યુક્રેન હથિયાર ખરીદશે.
- આ ખરીદીમાં પેટ્રિઓટ મિસાઈલ સિસ્ટમ અને નાસામ્સ એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે તેના દ્વારા યુક્રેનને રશિયન હવાઈ હુમલાથી બચવામાં મદદ કરવામાં આવશે.
- અમેરિકા દ્વારા આ મદદ યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્ટ ઈનિશિએટિવ (યુએસએઆઈ) હેઠળ કરવામાં આવી છે.
- ઓગસ્ટ 2021 થી યુએસ સંરક્ષણ વિભાગ દ્વારા યુક્રેનને આપવામાં આવેલ આ 56મો હપ્તો છે.
- અમેરિકાએ $61 બિલિયનના કુલ પેકેજમાંથી $6 બિલિયનની સહાય પૂરી પાડી છે.
- છેલ્લા બે વર્ષમાં અમેરિકાએ યુક્રેનને 70 એર ડિફેન્સ સિસ્ટમ, 3000 બખ્તરબંધ વાહનો, 800 ટેન્ક અને 10 હજાર એન્ટી ટેન્ક મિસાઈલ આપી છે.
- અમેરિકા સિવાય પેટ્રિઓટ મિસાઈલ સિસ્ટમ જર્મની, ગ્રીસ, ઈઝરાયેલ, જાપાન, કુવૈત, નેધરલેન્ડ, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા, પોલેન્ડ, સ્વીડન, કતાર, યુએઈ, રોમાનિયા, સ્પેન અને તાઈવાન પાસે છે.